તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં પવનની સાથે વરસાદ, કરા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર 25 થી વૃક્ષો ધરાશયી
સમગ્ર જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણમાં ખાસ કરીને જોરદાર પવન ફુંકાયો હતો. જેમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી જવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ ધ્રાંગધ્રા હાઇવે પર જુદી જુદી જગ્યાએ 25 થી વૃક્ષ પડીને રસ્તા ઉપર આવી ગયા હતા. આથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ચોટીલામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ થતા જનજીવનપર અસર થઇ.

ધ્રાંગધ્રા પંથકમાં પવન સાથે વરસાદ પડતા મકાનોને નુકશાન થવા પામ્યુ હતું.

ધરમપુર ગામમાં કરાના થર થઇ ગયાં.

ઉનાળુ પાકને નુકસાન નથી
લીંબડી

ઉનાળુ પાકમાં જિલ્લામાં ખાસકરીને જયા પાણીની સગવડતા છે ત્યાં ઘાસચારો અને તલનું વાવેતર થયુ છે. જે હજુ એવા લેવલે નથી પહોંચ્યુ કે તેને નુકસાન થઇ શકે. બાકી રવીપાકની સિઝન તો પૂરી થઇ ગઇ છે. એચ.ડી.વાદી, ખેતીવાડી અધિકારી

થાનગઢમાં વાતાવરણમા પલટા સાથે વરસાદ પડ્યો હતો.

જુદા જુદા બનાવમાં 3 પશુના મોત
ભારે પવનને કારણે ખુલ્લા મેદાન સહિતના વિસ્તારોમાં સારૂ એવુ નુકસાન થયુ છે. જેમાં નવાગામમાં વીજ વાયર પડવાને કારણે બે ભેસના મોત થયા હતા. તો બીજા એક બનાવમાં વેલાળા (ધ્રા) ગામે ઘટા ટોપ વૃક્ષ પડવાને કારણે વધુ એક ભેસનું મોત થયુ હતુ. તો આ જ ગામમાં વાડીએ રાખેલ ટ્રેકટર ઉપર જાડ પડતા નુકસાન થયુ હતુ.

મૂળી તાલુકામાં વરસાદને પગલે શેરી અને ખેતરોમાં પાણી ભરાયા હતા.

80 વીજપોલ અને વાયરને નુકસાન
પવનને કારણે અનેક જગ્યાએ વીજ પોલ ધરાસાઇ થઇ ગયા હતા. તો ઘણી જગ્યાએ વીજ વાયરો પણ નીચે પટકાઇ પડયા હતા. અંદાજે જિલ્લામાં 80 થી વધુ વીજ પોલ અને વાયરને નુકસાન થતા વીજળી ગુલ થઇ ગઇ હતી. તેના રીપેરીંગ માટે વીજકંપનીની ટીમો દોડતી થઇ ગઇ હતી. જેમા સૌથી વધુ મૂળી અને સરા પંથકમાં 50 જેટલા વીજપોલને નુકસાન થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...