સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનની હદમાં રિક્ષા લાવવા પર રેલ્વે પોલીસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનની હદમાં રિક્ષા લાવવા પર રેલ્વે પોલીસે મનાઇ ફરમાવતા રોષે ભરાયેલા રિક્ષાચાલકોએ વીજળીક હડતાળ પાડી દેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પરંતુ બે કલાક બાદ રાજકોટ ડીઆરએમની રજૂઆતને પગલે મામલો થાણે પડ્યો હતો.

સુરેન્દ્રનગરમાં ગુરૂવારે રાબેતા મુજબ રિક્ષાચાલકો ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોને લેવા રેલ્વેના મેદાન સુધી આવ્યા હતા તે સમયે રેલ્વે પોલીસે રેલવેની હદ બહાર રિક્ષા ઉભી રાખવાનું કહેતા મામલો બીચક્યો હતો. આ અંગે રિક્ષાચાલકોએ કહ્યું કે, રેલ્વે વિભાગ દ્વારા નિયત જગ્યા ફાળવી દેવામાં આવે તેવી અમારી માંગ છે.આ અંગે પીએસઆઇ જી.જી.પરમાર સહિતની ટીમ સ્થળે દોડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...