સરકારી કોલેજોમાં સીટોની ઘટથી સ્વનિર્ભર કોલેજોને પ્રોત્સાહન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા તાજેતરમાં સરકારી ઇજનેરી અને પોલીટેકનીક કોલેજોમાં સીટોમાં ઘટાડાની જાહેરાત કરી છે. ત્યારે સરકારી કોલેજોમાં સીટોમાં ઘટાડોએ સ્વનિર્ભર કોલેજોને પ્રોત્સાહન પુરુ પાડવા સમાન ગણાવી એબીવીપીના કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા આગામી સત્ર 2020-21માં ગુજરાતભરની 11 સરકારી ઇજનેરી અને પોલીટેકનીક કોલેજોની 14 બ્રાંચમાં ડિગ્રીની 2549 અને ડિપ્લોમાની 6837 બેઠકોના ઘટાડાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયને આઘાતજનક ગણાવી એબીવીપીના કાર્યકરોએ ગુરુવારે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. રાજ્યના શિક્ષણમંત્રીને ઉદ્દેશીને લખાયેલા પત્રની નકલ અધિક કલેક્ટર એન.ડી.ઝાલાએ સુપ્રત કરવા એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું કે, મહાનગરો અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને મહત્ત્વ આપવાની જાહેરાતો થાય છે. જ્યારે દાહોલ, વલસાડ, વ્યારા સહિતના વિસ્તારોની કોલેજોમાં પણ બેઠકો ઘટાડાઇ છે. અન્ય રાજ્યો અને વિદેશોમાંથી વિદ્યાર્થીઓને અહીં ભણવા બોલાવવા સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ ચલાવાય છે જ્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. સરકારી કોલેજોમાં બેઠકો ઘટતા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજોમાં જવાનો વારો આવશે. સરકારનો આ નિર્ણય સ્વનિર્ભર કોલેજોને પ્રોત્સાહન પુરૂ પાડનારો છે. આથી આ નિર્ણય પર ફરી
વિચાર કરવા રજૂઆતના અંતે માંગણી કરાઇ છે.

ડિગ્રીની 2549 અને ડિપ્લોમાની 6837 બેઠકોના ઘટાડાની જાહેરાત

_photocaption_ABVPએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને નિર્ણય પર ફરી વિચારવાની માગ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...