તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ 24 ફેબ્રુઆરીએ શહેરના ટાઉનહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે જણાવ્યું કે બે હેક્ટર સુધીની ખેડાણલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6 હજાર રકમ દરેક ખેડૂતને અપાશે. કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર ખેડૂતોની આવક વધે માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રસંગે યોજના અંગેનું પ્રેઝન્ટેશન બતાવી વિસ્તૃત માહિતી અપાઇ હતી. ત્યારબાદ મન કી બાત અને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી વડાપ્રધાન દ્વારા લોન્ચ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શુભારંભ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ બતાવાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો