તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેકટર કચેરી અને પાલિકા ટીમ વચ્ચે મેચમાં પ્રમુખ રીટાયર્ડ હર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર અને નગરપાલિકાની ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન કરાયું હતું. પ્રથમ દાવમાં ઓપનિંગમાં ઉતરેલા પાલિકા પ્રમુખ રીટાયર્ડ હર્ટ થતા પાલિકાની ટીમે 12 ઓવરમાં 57 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કલેકટર કચેરીની ટીમે 10 ઓવરમાં 58 રન કરી જીત મેળવી હતી.

સુરેન્દ્રનગરના સી.યુ.શાહ સ્પોર્ટસ કલબ ખાતે શનિવારે કલેકટર કચેરી અને નગરપાલિકાની ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચનું આયોજન કરાયંુ હતંુ. જેમાં કલેકટરની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ખુશનુમા વાતાવરણ વચ્ચે પાલિકાની ટીમ તરફથી પ્રમુખ વીપીન ટોળીયા, ઇજનેર કયવંતસિંહ હેરમા ઓપનિંગમાં ઉતર્યા હતા. પરંતુ પ્રથમ જ ઓવરમાં પાલિકા પ્રમુખ રીટાયર્ડ હર્ટ થયા હતા. કારોબારી ચેરમેન બકાલાલ પરમાર, ભાવેશ પ્રજાપતિ, અનુભા સહિતનાઓની બેટીંગના સહારે પાલિકાની ટીમે નિર્ધારીત 12 ઓવરમાં 57 રન કર્યા હતા. કલેકટરની ટીમમાંથી કલેકટર કે. રાજેશે બે વીકેટ ઝડપી હતી.

કલેકટર કચેરીની ટીમે 10 ઓવરમાં 58 રન કરી વિજય મેળવ્યો હતો. મેચમાં અમ્પાયરની ભુમીકા ઘનશ્યામભાઇ ગોંડલીયા અને રણજીતસિંહ ચાવડાએ આપી હતી. જયારે સ્કોરરની સેવા પાલીકાના સભ્ય ધર્મેન્દ્રભાઇએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...