તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે ખેતરમાંથી 741 કિલો ગાંજો જપ્ત કર્યો બાબાના નિવેદન માટે પોલીસે પરસેવો પાડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાં ખેરડી ગામની સીમમાં લીલા ગાંજાના વાવેતર કરેલા મૌનવૃતધારી ખેતર માલિકને પકડી પોલીસે પૂછતાછ કરી હતી.આ તપાસમાં મૌન દ્વીધારૂપ બનતા લેખીત સંવાદ સાધીને ખરા શિયાળે પોલીસને પરસેવો પડીને તપાસ આદરવાની ફરજ પડી હતી. જ્યારે 741 કિલો 450 ગ્રામ ગાંજાનો જથ્થો સીલ જપ્ત કરાયો હતો. ખેરડી ગામની સીમમાં ઝડપાયેલા ગાંજાના વાવેતરના મૌન વ્રતધારી આરોપી વાલજીભાઈ વશરામભાઈ બાવળીયા ઉર્ફે મૌનીબાપુની નારકોટી એક્ટ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં પોલીસને પણ ખરા શિયાળે પરસેવો વળી ગયો હતો. છેવટે 3 ચોપડી ભણેલા સાથે લેખીત સંવાદ કરી પંચ રૂબરૂ પુછપરછ કરવાની ફરજ પડી હતી.ગુરૂવારનાં રાત્રીથી અને શુકરવારનાં મોડી સાંજ સુધી એલસીબી અને એસઓજીની ટીમને ખેતરના 23 જેટલા ચાસમાં કપાસ અને તુવેર વચ્ચે છુટક છુટક વવાયેલ ગાંજાના છોડને એકત્રીત કરવા ે શ્રમ કર્યો હતો.

પોલીસે લેખિત 12 સવાલો કરીને પુછપરછ કરી હતી જે અક્ષરશ આ પ્રમાણે છે
પોતાની વાડીમાં બેસેલો મોનીબાબા

તમારૂ નામ શું છે? ગામ ક્યુ છે?

- વાલજીભાઈ વશરામભાઇ ગોહિલ બાવળીયા, ગામ ખેરડી

તમે બોલતા કેમ નથી?

- ભગવાનને મોન વરત છે

કેટલા સમયથી મૌનવૃત છે?

- આશરે 8 વર્ષથી મોનધારણ કરૂ છે

તમે કેટલા ભાઇઓ છો?

- 4 ભાઇ સી

આ ખેતરમાં કપાસ તુવેર કોને વાવેલ છે?

- ભગવાને વાવેલ છે મે વાવેલ છે

આ ખેતરમાં ગાંજો કોને વાવેલ છે? બીજા કોઇ ભાગીદાર છે?

- મે વાવો છે બીજા ભાગીદાર નથી

આ ખેતરમાં ગાંજો ક્યારે વાવ્યો છે?

- આ વર્ષે જેઠ મહિનામાં વાવો તો

આ ખેતર કોના ભાગે આવેલ છે?

- ખેતર મારા ભાગમાં આવેલ છે

તમને લખતા વાચતા આવડે છે?

- મને ગુજરાતી વાસતા લખતા આવડે છે

તમે કેટલુ ભણેલા છો? ક્યાં ભણેલા છો?

- હું મારા ગામમાં 3 ધોરણ ભણેલ સુ

આ રેડ નાં ઠરાવમાં તમે સમજી વિચારીને સહી કરેલ છે?

- આ રીડમાં ઠરાવમાં મે મારી ચહી સમજીને કરેલ છે તમારી ઉપર ભરોસો છે, ઉપરનું મારૂ નીવેદન મારે મોન વ્રત છે જેથી આપ સાહેબના પ્રરસનનો જવાબ મે મારા હાથથી લખી આપેલ છે જેથી આ નીચે મારી સહી કરી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...