તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ તથા આર્મીના જવાનો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે તા. 23 એપ્રિલના રોજ મતદાન થનાર છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર 1536 બુથો પર તૈનાત રહેનાર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો માટે તા. 13 અને 14ના રોજ પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયુ છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર 1536 બુથો પર 13 લાખથી વધુ મતદારો મતદાન 23મીએ કરનાર છે. મતદારો નિર્ભય થઇને મતદાન કરી શકે તે માટે અંદાજે 3 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અને જવાનો મતદાન મથકોમાં ફરજમાં જોતરવામાં આવનાર છે. ત્યારે ચૂંટણી ફરજમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. 13 અને 14ના રોજ પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયુ છે. આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. પંકજ વલવઇએ જણાવ્યુ કે, તા. 13 અને 14 એપ્રિલ બે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન પોલીસ જવાનો માટે કરાયુ છે. જયારે ચૂંટણી સમયે ફરજમાં જોડાનાર સરકારી કર્મચારીઓ માટે આવનારા દિવસોમાં યોજાનાર તાલીમ દરમિયાન મતદાન કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...