તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SP વિદ્યાલયમાં નીટ-જેઇઇ ક્રેશ કોર્ષ અને કેરિયર સેમિનારનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલયમાં ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ નીટ-જેઇઇની સ્પેશ્યલ તૈયારી માટે ક્રેશ કોર્ષ બેંચ શરૂ કરવામાં આવેલ છે. જેમાં 150 વિદ્યાર્થીઓને નીટ,જેઇઇ, ગુજકેટની તૈયારી કરાવાય છે. બોર્ડ તથા નીટ, જેઇઇમાં સારો દેખાવ કરે માટે શાળામાં ધો.11,12 બે વર્ષ દરમિયાન તૈયારીઓ સાથે ક્રેશ કોર્ષમાં કરાવેલ તૈયારીઓ પ્રેક્ટીશ પરીક્ષાઓ દ્વારા વિશેષ તૈયારી કરાવાય છે. આ ક્રેશ કોર્ષ દરમિયાન કેરીયર સેમીનારનું આયોજન મિ.ગોર સર દ્વારા કરાવાયુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોતરી દ્વારા જીણવટપુર્વકનું માર્ગદર્શન મેળવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...