તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુ.નગર વાવવાળા મેલડી મંદિરે પાટોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર વાવવાળા મેલડીમાંના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે માતાજીનો નવરંગો માંડવો, મહાપ્રસાદ, ડાકડમરૂ સહિત ધાર્મિક કાર્યક્રમોનો શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના 7 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.

સુરેન્દ્રનગર સમસ્ત ભરવાડ સમાજ, રબારી સમાજ તથા વાવવાળા મેલડીમાં સેવકગણ મંડળ દ્વારા માતાજીના મંદિરે છઠ્ઠા પાટોત્સવનું આયોજન કરાયુ હતું. તા. 13ના રોજ 8 ફુટરોડ ખાતે દેશળભગતની વાવની જગ્યામાં માતાજીનો નવરંગો માંડવો, મહાપ્રસાદ, ડાકડમરૂ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે યોજાયેલ મહાપ્રસાદનો 7 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. જ્યારે માતાજીની પ્રસાદી પ્રજ્ઞાચક્ષુ સંસ્થા, વૃધ્ધાશ્રમ, અનાથઆશ્રમ સહિતના સ્થળોએ મંદિરના સેવકો દ્વારા પહોંચાડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...