તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંધણના ભાવ અને ધુમાળો ઓકતા વાહનોથી લોકોને પૈસા અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇંધણના ભાવ અને ધુમાળો ઓકતા વાહનોથી લોકોને પૈસા અને વાયુ પ્રદુષણને લીધે લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. જેના સસ્તા અને ઇકોફ્રેન્ડલી વિકલ્પ રૂપે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પોલિટેકનિકલના વિદ્યાર્થીઓ પટેલ સાગર, પટેલ સંજય, જોગલ દેવાયત, મન્સુરી આમીરે પ્રોફેસર સી.એ.પટેલના માર્ગદર્શન હેઠળ સામાન્ય લોકો દ્વારા વપરાશમાં લેવાતા પાણીથી ચાલતા બાઇક હાઇડ્રોજન વ્હિકલ બનાવ્યુ છે. આ બાઇક લીટર પાણીના ઉપયોગથી 40 કિ.મીની એવરેજ આપે છે. બાઇક પાણીથી ચાલતુ હોવાથી ધુમાડો નથી સર્જતુ આથી ઇકોફ્રેન્ડલી પણ છે. જેને ચલાવવા સામાન્ય બાઇકમાં હાઇડ્રોજન કીટ બે પ્લેટો દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં આવે છે. જે પાણીમાં ભળીને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરાય છે. જે હાઇડ્રોજન કીટમાં ઇલેક્ટ્રોલાઇસ પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં એચટુઓના અણુઓને છુટા પાડી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. જે ઇંધણ તરીકે બાઇકમાં ઉપયોગમાં લેવાય છે. આમ હાઇડ્રોજન ઇંધણ સંગ્રહ કર્યા વગર જ બાઇક ચલાવી શકાતુ હોવાથી વાહનચાલકને આગ લાગવાથી પણ સુરક્ષીત રહે છે.

અન્ય સમાચારો પણ છે...