તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં પાટીદાર સમાજના તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારના દિવસે સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં વિધાર્થીઓને ખાસ કરીને મહેનત કરીને મહાન બનીને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બનવાની સાથે ભાવી પેઢી માટે આદર્શ રૂપ જીવન જીવવા માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યુ હતુ.રંગારંગ એવા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યાં હતા.

ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના વિકાસની સાથે અનેક લોકો સાથે જોડાયેલી શિક્ષણ અને સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે.તાજેતરમાં સમાજના તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો સતત 11 મો કાર્યક્રમ ધારાસભ્ય ધનજીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ ગયો.જેમાં ટ્રસ્ટના પ્રમુખ આર.જી.પટેલે સરકાર તરફથી મળતી સહાયની વિગતો આપી તેનો લાભ લેવા જણાવ્યુ હતુ. જયારે સંચાલક સુનીલભાઇ મોટકાએ વર્તમાન સમયે સંસ્કાર રહીત પ્રદુષિત વાતાવરણમાં બાળકને બચાવી તેના ઉછેરની ખાસ જરૂર હોવાનું જણાવ્યુ હતુ.કાર્યક્રમમાં શાળાના બાળકોએ જુદી જુદી કૃતીઓ રજુ કરીને લોકોને દંગ કરી દિધા હતા.આ કાર્યક્રમમાં વરમોરા ગૃપના પરસોતમભાઇ વરમોરા, કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ લખમણભાઇ પટેલ, ધરમશીભાઇ, બાબુભાઇ, ગોપાલભાઇ, સહિતના સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા. સંચાલન સુનીલભાઇ મોટકા અને સિધ્ધાર્થ પટેલે કર્યુ હતુ.

સતત 11 વર્ષથી ચાલતા સમાજના કાર્યક્રમને અભુતપુર્વક આવકાર.

અન્ય સમાચારો પણ છે...