પંકજે આંગડિયા પેઢીના કર્મીને ગળે દોરી બાંધી ને રાજકુમારે હથોડીના ઘા ઝીંકયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના મેઇન રોડ પર આવેલી આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા. જેમાં રીમાન્ડ દરમિયાન લૂંટને અંજામ આપવામાં વાપરવામાં આવેલ બાઇક ચોરીનું હોવાનું બહાર આવ્યુ છે. પોલીસે આ બાઇક પણ કબજે કર્યુ છે. જયારે પોલીસ ત્રણેય આરોપીઓને રસ્તા પર ચલાવીને ઘટનાસ્થળે લઇ ગઇ હતી જેમાં પંકજે આંગડીયા પેઢીના કર્મચારીના ગળે દોરી બાંધી હતી જયારે રાજકુમારે હથોડીના ઘા ઝીંકયા હતા.

સુરેન્દ્રનગરની માધવ મગન આંગડીયા પેઢીમાં તા. 8ના રોજ બપોરે બે શખ્સોએ આવી પેઢીના કર્મચારીને માર મારી રૂપિયા 1.60 લાખની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં ઘનશ્યામ સતાપરા, પંકજ રાજગોર અને રાજકુમાર ઠાકુર પોલીસના હાથે ઝડપાયા છે. કોર્ટે પાંચ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં શુક્રવારે સાંજે પીઆઇ એ.એચ.ઘોરી, પીએસઆઇ એમ.ટી.વાળંદ સહિતના સ્ટાફ દ્વારા ત્રણેય આરોપીઓને પોલીસ મથકથી ચલાવી ઘટનાસ્થળે લઇ જવાયા હતા. જેમાં ઘનશ્યામ નીચે બાઇક પાસે ઉભો રહ્યો હતો. અને રાજકુમાર તથા પંકજ ઉપર આંગડીયા પેઢીની ઓફિસે ગયા હતા. આંગડીયા પેઢીના કર્મચારી અરજણભાઇનું પંકજે ગળુ દોરી વડે બાંધ્યુ હતુ અને રાજકુમારે હથોડીના ઘા ઝીંકયા હોવાની પોલીસ સમક્ષ કબૂલાતકરી હતી. આ ઉપરાંત રીમાન્ડ દરમિયાન આરોપીઓ જે બાઇક લઇને લૂંટને અંજામ આપવા

..અનુસંધાન 3 પર

લૂંટારાઓએ ચોરીના બાઇક સાથે લૂંટને અંજામ આપ્યો હતો

_photocaption_આંગડીયા પેઢીના લૂંટ કેસના ત્રણેય આરોપીઓને સ્થળે લઇ જવાયા .*photocaption*
અન્ય સમાચારો પણ છે...