તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તક પોલીસને : 27 અરજદારે વ્યાજખોરી, મિલ્કત પચાવનારા સામે કાર્યવાહીની માંગ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા શનીવારે એક તક પોલીસને કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાના વિવિધ 27 અરજદારોને વ્યાજખોરો અને મિલકત પચાવી પાડનાર લોકો સામેની પોતાની વ્યથા પોલીસ સમક્ષ વર્ણવી હતી. પોલીસ અધિકારીઓએ તમામને સાંભળી તેમની સમસ્યાનો ત્વરીત નિકાલ કરવા જણાવ્યુ હતુ.

તા. 11 જાન્યુઆરીના રોજ તાલીમ ભવન, જિલ્લા પોલીસ વડાની કચેરી પાસે, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સવારથી જ અરજદારો ઉમટી પડયા હતા. જેમાં વ્યાજખોરો દ્વારા અપાતી ધમકીની સાથે સાથે દુકાન અને ખેતરો પચાવી પાડવાના કિસ્સા બહાર આવ્યા હતા. ડીવાયએસપી ડી.વી.બસીયા, પ્રોબેશનલ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના અધિકારીઓએ એક પછી એક અરજદારોને સાંભળ્યા હતા. અને ત્યારબાદ જે તે પોલીસ સ્ટેશનને આ અરજદારની અરજી મોકલાઇ છે. સવારના 11 કલાકથી શરૂ થઇ સાંજના પાંચ કલાક ..અનુસંધાન 3 પર

15 દિવસમાં રજૂઆતોનો નિકાલ લવાશે
છેલ્લા શનીવારે યોજાયેલા કાર્યક્રમમાં આવેલ 27 રજૂઆતો જે તે વિસ્તારના થાણા અધિકારીઓને આપી દેવાઇ છે. જેમાં સૌ પ્રથમ બન્ને પક્ષોનો સંપર્ક કરાશે. તેમ છતાં જો પ્રશ્ન હલ ન થાય તો પોલીસ કાર્યવાહી કરવા પણ જણાવાયુ છે. તમામ રજૂઆતોનો 15 દિવસમાં નિકાલ લાવવાશે. મહેન્દ્ર બગડીયા, જિલ્લા પોલીસ વડા

દુકાનનો કબજો પરત અપાવો
 હું વઢવાણના રામપરામાં રહુ છુ. મારી સુરેન્દ્રનગરના લાલગુરૂ ચેમ્બર્સની દુકાનમાં મારા દીકરા જયંતી અને તેના મિત્રએ ભાગીદારીમાં ગેરેજ શરૂ કર્યુ હતુ. પરંતુ ભાગીદારે ગેરેજ પર કબજો જમાવી લીધો છે. તેના ટેકસ સહિતની રકમ હું ભરૂ છુ. મને તેની થી દુકાનનો કબજો પરત અપાવો. પોપટભાઇ મોહનભાઇ પટેલ, રામપરા

પડોશીએ ખેતર પચાવી પાડ્યું
 હું થાનની જય અંબે સોસાયટીમાં રહુ છુઁ. રૂપાવટીના માર્ગે વડિલોપાર્જીત પડતર જમીન આવેલી છે. ત્યારે બાજુના ખેતરવાળાએ અમારી જમીન પર કબજો કરી વાવેતર શરૂ કરી દીધુ છે. મારા મૃતક મોટાભાઇ દેવશીભાઇએ તેમની પાસેથી વ્યાજે પૈસા લીધા હોવાનું કહી અમારા કબજો અમને આપતા નથી. રઘુભાઇ બહુકીયા, થાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો