તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં માત્ર એક જ બગીચો તે પણ બાળકો માટે ભયજનક થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર પાલિકા સંચાલીત બગીચોએ શહેરમાં હરવા ફરવા માટેના ખુબ જ ઓછા સ્થળોમાંથી એક છે. ત્યારે અહીં આવેલ રાઇડ્સ તુટી ગયેલી હોવાથી બિસ્માર ભાસી રહ્યો છે. આ રાઇડ્સમાં રમતા બાળકોને ઇજા થઇ શકે તેમ હોવાથી યોગ્ય કરવા માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા સંચાલિત જાળવણીના અભાવે બગીચામાં આવેલી વિવિધ રાઇડ્સો તુટી જતા અહીં રમવા આવતા બાળકોને નિરાશ થઇ પરત ફરવું પડે છે. જેમાં હિંચકાના એંગલ છે પણ હિંચકા નથી, ચકરડી પણ તુટી નીચે પડેલ જ્યારે લપસીયા અધવચ્ચેથી તુટેલા હોવાથી અહીં રમતા બાળકોને ઇજા થાય તેમ છે. આ અંગે હેમેન્દ્રભાઇ, સંદીપભાઇ, પાર્થભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે હાલ બોર્ડની પરીક્ષા પુર્ણ થઇ છે જ્યારે પ્રાથમિક શાળાઓની પણ પરીક્ષા પુર્ણતાના આરે છે. ત્યારે વેકેશનમાં બાળકોને રમવા માટેની આ જગ્યા જો વહેલી તકે યોગ્ય કરી ફરવા લાયક બનાવી અને નવી રાઇડ્સ મુકાય તો લોકોને હરવાફરવા માટે એક સ્થળ બની શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...