તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં વન સ્ટોપ સેન્ટર ખૂલશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં મહિલાઓને એક સ્થળે દરેક માહિતી મળી શકે તે માટે વન સ્ટોપ સેન્ટરનું આયોજન કરાયુ છે.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પીડીત મહિલાઓને મેડિકલ સારવાર, પોલીસ સહાય, કાઉન્સેલીંગ અને કાનુની સહાય એક જ સ્થળે મળી રહે તે માટે દરેક જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર ખોલવાનું આયોજન કરાયુ છે. જેના માટે ઓનલાઇન અરજી કરવાની હતી. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં શરૂ થનાર આ સેન્ટર માટે રાજયભરમાંથી 19 સંસ્થાઓની અરજીઓ આવી હતી. જેમાં તા. 27ને બુધવારના રોજ જિલ્લા કલેકટર કે. રાજેશ અને યોજનાના અમલીકરણ માટે નોડલ ઓફિસર તરીકે નિમાયેલા દહેજ પ્રતિબંધ અધિકારીની હાજરીમાં કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી.

જેમાં તમામ દરખાસ્તોની ચકાસણી કરતા સંસ્થાની લાયકાત, મહિલા સશકિત કરણ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે સંસ્થાનો અુનભવ, આર્થીક સદ્ધરતા સહિતની બાબતોને ધ્યાને લેતા વઢવાણની વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળને સૌથી વધુ ગુણ મળતા તેમના દ્વારા વન સ્ટોપ સેન્ટર ખોલવાનું નક્કી કરાયુ છે. આગામી સમયમાં વન સ્ટોપ સેન્ટર માટે જરૂરી સ્ટાફની વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા ભરતી કરીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો