તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતરના કલ્યાણપરમાં રાત્રિસભામાં દબાણ,ગટર, પાણીના પ્રશ્નો ઉઠ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરનાં કલ્યાણપરા ગામે તા.4-1-2019ના રોજ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રિસભાનું આયોજન કરાયું હતું. જેમાં 6 થી વધુ પ્રશ્નો રજૂ થયા હતા.

લખતર તાલુકાનાં છેવાડાનાં વિસ્તાર ગણાતાં કલ્યાણપરા ગામે તા. 4 જાન્યુઆરીને શુક્રવારનાં રોજ તાલુકા વિકાસ અધિકારી સંદીપકુમાર વર્માની અધ્યક્ષતામાં એક રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો દ્વારા દબાણો, ગટરો, પાણી સહિતના પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારે બહાર પાડેલી લોકો માટેની વિવિધ યોજનાઓની માહિતી, અછતમાં ખેડૂતોને આપવામાં આવતી સહાયની તેમજ બીજી માહિતીઓ ગ્રામજનોને આપવામાં આવી હતી. આ રાત્રીસભામાં લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી તેમજ તાલુકાની કચેરીઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...