તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડમાં સરેરાશ રોજ 2 વ્યક્તિના અકાળે મૃત્યુ, 2 વર્ષમાં હત્યાના પણ 60 ગુના નોંધાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા તેમજ શહેરમાં બનતા ગુનાઓના પ્રશ્નોને લઇને વિધાનસભામાં દસાડાના ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા હતા. શહેર અને જિલ્લામાં 2018માં 1237 તેમજ 2019માં 1139 જેટલા વિવિધ ગુનોઓ બન્યા હોવાનું બહાર આવ્યુ હતુ. વર્ષ 2018-19માં અકસ્માતના 1183 અને આત્મહત્યાના 241 બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ દરરોજ બે વ્યક્તિના અકુદરતી મોત થતા હોવાનું બહાર આવ્યુ હતુ.

દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ વિવિધ ગુનોઓને લઇને વિધાનસભામાં સવાલો કર્યા હતા. જેમાં 2018માં જિલ્લામાં 27 અને શહેરમાં 2 ખુનની સામે 2019માં જિલ્લામાં 26 અને શહેરમાં 5 ખુન સાથે બે વર્ષમાં 60 જેટલા ખુન થયા હતા. જ્યારે તો 2018-19માં આકસ્મિક રીતે 471 તેમજ અપમૃત્યુના 712 સહિત કુલ 1484 લોકોના અકુદરતી મોત થયા હતા.જ્યારે 2018-19માં જિલ્લામાં 241 લોકોએ આત્મહત્યા કરી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ દરરોજ બે વ્યક્તિના અકુદરતી મોત થતા હોવાનું બહાર આવ્યુ હતુ.

2018-19માં કુલ 60 લોકોની હત્યા થઇ હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ હતુ.આમ તા.31-12-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિવિધ બનાવોમાં 1484 લોકોના મોત થયાનું બહાર આવ્યુ હતુ.

2376 ગુનામાં 1061ની ધરપકડ ને 59ને પકડવાના બાકી

સુરેન્દ્રનગર જિલ્લામાં 2018માં 1237 તેમજ 2019માં 1139 સહિત કુલ 2376 ગુનો બન્યા હતા. ત્યારે જિલ્લા પોલીસતંત્ર દ્વારા આવા ગુનાઓમાં 2018-19માં 1804 તેમજ શહેરમાંથી 257 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આ બે વર્ષ સુધીમાં જિલ્લામાંથી 54 અને શહેરમાંથી 5 શખ્સોને પકડવાના બાકી હતા.

2 વર્ષમાં નોંધાયેલા ગુનાઓ

વિવિધ 2018 2019

ગુનાઓ જિલ્લો શહેર જિલ્લો શહેર

લૂંટ 29 2 11 2

ધાડ 16 2 4 0

ચોરી 143 27 105 29

દુષ્કર્મ 22 3 21 1

અપહરણ 53 13 38 10

ઘરફોડ ચોરી 67 36 71 17

રાયોટીંગ 58 4 35 29

ખુન કોશિશ 32 7 26 6

દસાડાના MLAના જિલ્લામાં બનતા ગુનાઓને લઇ વિધાનસભામાં સવાલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો