તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંયુક્ત કુટુંબપ્રથાની જાણળવણી માટે શ્રીરામ જેવા ત્યાગ અને લક્ષ્મણ જેવા સમર્પણની જરૂર છે : પુનિત મહારાજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના નગરા ગામે રામકથા યજ્ઞનુ આયોજન કરાયુ છે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાય છે. જેનો નગરા ગામ સહિત આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રવણ લાભ લે છે.

વઢવાણના નગરા ગામ સમસ્ત દ્વારા રામકથાનું રતનશાપીર બાપુની દરગાહની પવિત્ર ભુમી સામે આયોજન કરાયુ છે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાય છે. જેમાં રામનવમિ નિમિતે રામજન્મોત્સવ, રામવિવાહની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કથા વક્તા પુનીત મહારાજે લોકોને સંબોધતા જણાવ્યુ હતું. કે આધુનિક યુગમાં સંયુક્ત કુટુંબ પ્રથા વિસરાતી જાય છે. જ્યારે રામના ત્યાગ અને તેમના ભાઇઓ લક્ષ્મણ, ભરતજેવુ સમર્પણ ભાવ સંયુક્ત કુટુંબ પ્રથા ટકાવી રાખવા જરૂરી છે. આ કથાનો નગરા ગામ સહિત આસપાસના ગામોના લોકો શ્રવણ લાભ લઇ રહ્યા છે. આ કથામાં કેવટ પ્રસંગ, હનુમાન મિલન, રામેશ્વરસ્થાપના, રામરાજ્યાભીષેક પ્રસંગોની ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...