તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગત સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે આ તાલુકાપંચાયતનું લગભગ ત્રણેક કરોડનાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે આ તાલુકાપંચાયતનું લગભગ ત્રણેક કરોડનાં ખર્ચે બનેલી બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. અને આ ત્રણ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી બિલ્ડીંગમાં જ સીસી ટીવી કેમેરા ન હોવાથી હાલ તો કર્મીઓ અને અરજદારો રામભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે.

લખતરમાં આવેલી તાલુકાની વડી કચેરી ગણાતી લખતર તાલુકાપંચાયતનું નવું બિલ્ડીંગ આશરે ત્રણેક કરોડનાં ખર્ચે આધુનિક સુવિધાઓવાળું બન્યુ હતું. અને ગત સ્વાતંત્ર્ય પર્વનાં અનુસંધાને મંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં ગતમહીને આ વિસ્તારનાં ધારાસભ્યએ ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ બિલ્ડીંગ પાછળ ત્રણેક કરોડ ખર્ચવામાં આવ્યાં છતાં હાલનાં જમાનામાં મહત્વની ગણાતી સીસીટીવી કેમેરાની સુવિધા જ ઉપલબ્ધ ન હોવાથી તાલુકા વિસ્તારની જનતામાં આશ્ચર્ય જોવા મળે છે. આ અંગે ઉમંગભાઈએ જણાવ્યું કે સરકાર દ્વારા જાહેરસ્થળોએ સીસીટીવી કેમેરા રાખવા માટે જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. પરંતુ તાલુકાપંચાયત કચેરી જાહેરસ્થળ ન કહેવાય? કે સરકારનાં નિયમો એમની કચેરીઓ માટે લાગુ નહી પડતાં હોય? આ અંગે લખતર તાલુકા વિકાસ અધિકારી સંદીપકુમાર વર્માએ જણાવ્યું કે, સીસીટીવી કેમેરા માટે જિલ્લાપંચાયતમાંથી ગ્રાન્ટ આવ્યે વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...