તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ તાલુકાના રૂપાવટી ગામના પાદરમાં આવેલ પાણીની ટાંકી પાસે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ તાલુકાના રૂપાવટી ગામના પાદરમાં આવેલ પાણીની ટાંકી પાસે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે રેડ કરી હતી. પોલીસને જોઇ જુગારની રંગતમાં ભંગ પડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં પોલીસે જુગાર રમતા સાગરભાઇ રાયસંગભાઇ સીણોજીયા, સોમાભાઇ છગનભાઇ ચાવડા, જગાભાઇ ગોવિંદભાઇ ચાવડા અને ઘનશ્યામભાઇ શીવાભાઇ કણઝરીયાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી અને પટમાંથી રોકડા રૂપિયા 5420 અને 3 મોબાઇલ કિંમત રૂપિયા 1500 સહિત રૂપિયા 6920નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આ દરોડા દરમિયાન બાલુભા જોરૂભા ઝાલા, અશોકભાઇ વાસુદેવભાઇ સીણોજીયા અને ગુલાબભાઇ બાલુભાઇ ચાવડા નાસી છૂટયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ફરાર જુગારીઓને ઝડપી લેવા વધુ તપાસ જે.કે.સોરઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો