તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દસાડામાં રસ્તાઓનું 32 કરોડના ખર્ચે નવિનિકરણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દસાડા વિધાનસભા ક્ષેત્રના બિસમાર રસ્તાઓ અંગે ધારાસભ્યે સરકારમાં રજૂઆત કરી હતી. જેમાં માર્ગ મકાન વિભાગે ઝીંઝુવાડાથી સુરેલ, જૈનાબાદથી ઝીંઝુવાડા અને વિઠ્ઠલગઢથી નાની કઠેચીના રસ્તાને રૂપિયા 32.12 કરોડના ખર્ચે બનાવવાની સૈધ્ધાંતીક મંજૂરી આપી છે.

દસાડા મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીએ પોતાના મત વિસ્તારના બિસમાર રસ્તાઓના લીધે લોકો પરેશાન હોવાથી રસ્તાઓના નવીનીકરણની રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારે માર્ગ મકાન મંત્રી નીતીનભાઇ પટેલે ત્રણ રસ્તાઓને રૂપિયા 32.12 કરોડના ખર્ચે નવા બનાવવાની સૈધ્ધાંતીક મંજૂરી આપતા ધારાસભ્યની રજૂઆત સફળ થઇ છે.

આગામી સમયમાં ઝીંઝુવાડાથી આદરીયાણા થઇ સુરેલ તરફ જતો 22 કિ.મી.નો રસ્તો 15.54 કરોડના ખર્ચે નવો બનશે. જયારે જૈનાબાદથી ઝીંઝુવાડા થતો 16 કિ.મી.નો રોડ રૂપિયા 9.27 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત રૂપિયા 7.31 કરોડ વિઠ્ઠલગઢથી ગાંગડ થઇ નાની કઠેચી તરફ જતા રસ્તા માટે ફાળવાયા છે. રાજ્ય સરકારે સૈધ્ધાંતીક મંજૂરી આપતા આગામી સમયમાં માર્ગ મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા આ રસ્તાઓનું ટેન્ડરીંગ કરી કાર્યવાહીને ધપાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો