તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MP શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થિનીએ રાષ્ટ્રીયકક્ષાએ વુડબોલમાં ગોલ્ડ મેળવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીનીએ પંજાબના ચંડીગઢમાં આયોજીત ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં 18 યુનિવર્સિટીના ખેલાડીઓની સામે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ અંકે કર્યો હતો.

પંજાબના ચંડીગઢમાં રાષ્ટ્રીય સ્તરની ઇન્ટર યુનિવર્સિટી વુડબોલ કોમ્પીટીશનનું આયોજન કરાયુ હતુ. જેમાં દેશભરની 18 યુનિવર્સિટીઓમાંથી 350થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતની બે યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એમ.પી.શાહ કોમર્સ કોલેજમા બીબીએ સેમ.2માં અભ્યાસ કરતા ક્રિષા દોશીએ કોચ મીર ખલીલના માર્ગદર્શનમાં પ્રતિનિધીત્વ કર્યુ હતુ. જેમાં વરસાદના વિઘ્નવચ્ચે 12ના બદલે 6 જ ગેમ શક્ય બની હતી. આથી 6 ગેમમાં 22 સ્ટ્રોકમાં પુર્ણ કરતા સિંગલ વર્ગમાં ગોલ્ડ મેડલ અંકે કર્યો હતો. તેમની આ સિધ્ધી બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો.દિલીપભાઇ વાજાણી અને કોલેજ પરીવારમાં આનંદની લાગણી છવાઇ હતી. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સન્માન કરાયુ હતુ.

વુડબોલ રમત એ લાકડાંના બોલ અને સ્ટીકથી રમાય છે
વુડબોલ એ લાકડા બોલ તથા સ્ટીકથી રમાતી રમત હોય છે. જેમાં આલ્ફા બેટ પ્રમાણે 16 નાના ગેટ બનેલા હોય તેમાં ક્રિકેટની સાઇઝના બોલને હીટ કરી તે ગેટમાં નાંખી પોઇન્ટ મેળવવાના હોય છે. જેમાં એક ગેટ દિઠ 10 સ્ટોક રમવાના હોય એવા કુલ 16 ગેટમાં 10 સ્ટોક્સ રમી પોઇન્ટ નક્કી કરાય છે.

વરસાદથી 12ના બદલે 6 ગેમ શક્ય બની
આ અંગે કોચ મીર ખલીલભાઇએ જણાવ્યુકે વુડબોલ સ્પર્ધાના દિવસે વરસાદનું વિધ્ન નડતા 12 ના સ્થાને 6 ગેટની રમતજ શક્ય બની હતી. આથી જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી ક્રિષાએ 22 સ્ટ્રોક, પારૂલ યુનિવર્સિટીના રૂતીકા 26 , આઇજીએનટીયુના જુહીએ 27 સ્ટ્રોક , અને પતંજલી યુનિવર્સિટીના સીમા 29 સ્ટ્રોકના ઉપયોગ સાથે 6 ગેટ પુર્ણ કર્યા હતા. આમ 22 સ્ટ્રોક સાથે ક્રિષાએ સિ઼ગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અંકે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો