તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MP શાહ આટ્્ર્સ કોલેજ NAACના મૂલ્યાંકનમાં રાજ્યની 109 સરકારી કોલેજોમાંથી દ્વિતીય સ્થાને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની કેન્દ્રની સરકારની એનએએસી ટીમે બે દિવસીય મુલાકાત લીધી હતી. જેમા કોલેજમાં શૈક્ષણીક, કલ્ચરલ, ઇન્ફ્રાસ્ટ્રકચર કામગીરીનું ઇનસ્પેક્શન કર્યુ હતુ. જેના આધારે કોલેજને બી ગ્રેડ આપતા સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં બીજો ક્રમાંક કોલેજે હાસીલ કર્યો હતો.

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ કોલેજમાં ભારત સરકારની નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલની ત્રણ સભ્યોની ટીમે તાજેતરમાં સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની મુલાકાત લીધી હતો. આ ટીમમાં ચેરમેન ડો.દેવ ભક્તિ હરિનારાયણ મેમ્બર ડોક્ટર વર્ગીસ વિદ્યાયાન તથા મેમ્બર ઓફ કો-ઓર્ડીનેટર ડોક્રટ રાજેન્દ્રકુમારમુદગીલ બે દિવસ ઇન્સપેક્સન કર્યુ હતુ. જેમાં કોલેજની આર્ટસની લેંગ્વેજ લેબ, કલ્ચરલ રૂમ, સાયન્સ લેબ, એનએસએસ રૂમ, નેસીસી રૂમની ચકાસણી કરી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ 150મી ગાંધી જયંતીના ઉજવણી નિમિતે ગાંધીજી અને સ્વામિવિવેકાનંદજીના જીવન ચરિત્ર અને વિચારો દર્શાવતુ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરતા એનએએસીની ટીમના સભ્યો પ્રભાવીત થયા હતા. આ ટીમે તાજેતરમાં કોલેજને બી પ્લસ સીજીપીએ2.73 ગ્રેડ અપાતા કોલેજ સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. આથી કોલેજ પ્રિન્સિપાલ ડો.ભાલોડીયા તથા સ્ટાફનું એલ્યુમની એસોસીએશન ઓફ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સુજાનસિંહ ઝાલા, યુવરાજસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, હાર્દિકભાઇ દવે, છાયાબેન શુકલ દ્વારા સન્માન કરાયુ હતુ.

ગ્રેડ આપવાની પ્રક્રિયા શું છે, કેવી રીતે અપાય છે
કોલેજના પ્રિન્સિપાલ ડો.હિમ્મતભાઇ ભાલોડીયાએ જણાવ્યુ કે આ પ્રક્રિયા ભારત સરકારની નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ(એનએએસી) દ્વારા દર પાંચ વર્ષે હાથ ધરાય છે. જેમાં ભાગ લેવા માટે કોલેજ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી ડોક્ટુમેન્ટસ સ્કેનકરી આપવાના હોય છે. આથી એનએએસીની ટીમ કોલેજની મુલાકાત લઇ રીસર્ચ, ઇનોવેશન, સ્ટુટન્ડ સપોર્ટ, ઇનફ્રાસ્ટ્રકચર સહિતના 7 ક્રાઇટ એરીયા પ્રમાણે કોલેજનું મુલ્યાંકન કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો