સુરેન્દ્રનગર જિલ્લામાં 120થી વધુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં 120થી વધુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. તાજેતરમાં રાજય સરકારે દરેક જિલ્લામાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ વિશે માહિતી મંગાવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 69 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 54 શિક્ષકોની ખાલી જગ્યા હોવાનું બહાર આવ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા થોડા વર્ષોમાં અનેક નવા શિક્ષકોની ભરતી થઇ છે. પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી ન થવાથી અને સામે શિક્ષકો નિવૃત થવાથી જગ્યાઓ ખાલી થતી રહી છે. આવા સમયે થોડા સમય અગાઉ રાજય સરકાર દ્વારા તા. 1-6-19ની સ્થિતિએ દરેક જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી મંગાવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની 120થી વધુ મા. અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી માધ્યમિક શાળાઓમાં 69 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 54 શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી સરકારમાં અપાઇ છે. જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યુ કે, ચૂંટણી આચારસંહિતા ઉઠે પછી સંભવત સમગ્ર રાજ્યમાંથી માહિતી કેન્દ્રીયકૃત થયા બાદ જાહેરાત બહાર પાડી ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...