તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાનગઢ પોલીસ મથકે 100થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢ પોલીસ સ્ટેશને પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવારના સભ્યો માટે આરોગ્ય પરિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. જેમાં ડાયાબીટીસ, બ્લડપ્રેશર સહીતના રોગનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો કુલ 100 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

થાન પોલીસ મથકના ગ્રાઉન્ડમાં થાન સામુહીક આરોગ્ય કેન્દ્ર અને એન.સી.ડી. તથા આયુષ વિભાગના સહયોગથી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે આરોગ્ય પરિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ડાયાબીટીસ, હદયરોગ, બ્લડપ્રેશર, લકવા, સંધિવા, કીડની, શ્વશનતંત્ર સહીતના રોગનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. તેમજ આવા રોગ થતાં અટકાવવા માટે ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો કુલ 100 થી વધુ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...