તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલા તાલુકાનાં મોટા કાંધાસર ગામની સીમ જમીનમાં 100થી વધુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા તાલુકાનાં મોટા કાંધાસર ગામની સીમ જમીનમાં 100થી વધુ ખેતીવાડીના લાઇટનાં કનેક્શન આવેલા છે. જેનો પાવર સપ્લાય નજીકનાં મઘરીખડા ફિડરમાંથી થાય છે. કુવા બોરની પાણીની સુવિધા ધરાવતા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યુ છે. જેઓની ઉભી મોલાતને પાણી પાવાનું હોય છે. પરંતુ પાણીની મોટર ઊપડે તેટલા પુરતા વોલ્ટેજ ન મળતા મોલાતો બળી જવાનો ભય ઉભો થયો છે. પરિણામે ચોટીલા કચેરીએ દોડી આવેલા ખેડૂતોએ રજુઆત કરી હતી.

આ રજૂઆતમાં જણાવાયા મુજબ ઓછા વોલ્ટને કારણે મોટર પાણી ઉપાડતી નથી અને બળી પણ જાય છે. જેના રીપેરીંગનો આર્થિક ખર્ચ પણ આવે છે. દીનેશભાઇ મેમકિયા, રામભાઈ બાવળીયા, કલજીભાઇ મેમકિયા, રધાભાઇ સોરમીયા સહિતનાં ખેડૂતોએ જણાવ્યું કે, સરકાર ખેતી માટે પુરતી વીજની વાતો કરે છે. પરંતુ અમારી મોલાત લાઇટને કારણે નિષ્ફળ ન જાય તેવી અમારી માંગ છે.

આ અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર દિનેશ દુધરેજીયાએ જણાવ્યું કે, આ ફિડર ઓવર ઓલ 290 એમપી આવતુ હતુ. આથી કનેકશનો ફેરવી લોડ ઘટાડી હાલ 215 કરી મોટા કાંધાસરના પ્રશ્નનું હાલનાં તબક્કે નિરાકરણ કર્યુ છે. કાયમી ઉકેલ માટે બે ફિડર કરવાની દરખાસ્ત ઉપર મોકલી છે. તે મંજુર થવાથી ખેડૂતોની કાયમી તકલીફ દુર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...