તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીને અછતગ્રસ્ત જાહેર કર્યો, ઘાસ વિતરણ થયું જ નહીં, સુરેલમાં ભૂખમરાથી અઠવાડિયામાં 10થી વધુ ગાયનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ1 ડિસેમ્બરથી પશુપાલકોને મફતમાં અછતના ઘાસચારાનું વિતરણ કરવાનું હતું, પરંતુ સુરેલ સહિતનાં છેવાડાનાં ગામો સુધી હજી સુધી ઘાસનું વિતરણ ન કરાતાં અને પીવાનાં પાણીની તકલીફના લીધે અઠવાડિયામાં સુરેલમાં ભૂખ અને તરસથી 10થી વધુ ગાયના કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે. રણકાંઠાના સૌથી છેવાડે આવેલા ગામડાઓ સુધી હજી સુધી ઘાસનો જથ્થો ન પહોંચવાની સાથે સુરેલ અને વિસનગરમાં કરોડાના ખર્ચે પાઇપલાઇન નાખવા છતાં પાણી ન પહોંચતા પીવાના પાણીની વિકટ સમસ્યા બની છે.

આથી અઠવાડિયામાં સુરેલ ગ્રામજનો અને માલધારી સમાજની 10થી વધુ ગાયનાં મૃત્યુ થતાં ચકચાર ફેલાઇ છે. આ અંગે સુરેલમાં વર્ષોથી પશુઓની સારસંભાળ રાખતા કનુભાઇ ગઢવી, સરપંચ કાંતાબેન રસીકભાઇ ઠાકોરે જણાવ્યુ કે અછતગ્રસ્ત જાહેર કરાયાને દોઢ મહિનો તથા ઘાસચારાના ફોર્મ ભર્યાને પણ ઘણો સમય વિતવા છતાં હજીસુધી સુરેલ ગામમાં અછતના ઘાસચારાનો જથ્થો ન ફાળવતા છેલ્લા એક અઠવાડિયામાં 10થી 12 ગાયોના અકાળે મોત નિપજવાની ઘટના બની છે. આ અંગે વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય તકુભા ઝાલાએ જણાવ્યું કે આ બાબતે ઉચ્ચકક્ષા સુધી અનેક રજૂઆત કરવા છતાં રણકાંઠાના છેવાડાના ગામો તરફ તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરાઇ રહ્યુ છે.

મારી 4 ગાય ભૂખ-તરસથી મોતને ભેટી
ચોમાસામાં વરસાદ ન થવાના લીધે સીમમાં ગાયો માટે પાણી કે ચરવા માટે કાંઇ નથી. આથી છેલ્લા એક અઠવાડીયામાં મારી ચાર ગાયો, સતાભાઇ વરસંગભાઇ ભરવાડની ત્રણ ગાયો અને નનુભાઇ ભરવાડ અને રામજીભાઇ ભરવાડથી મળી અત્યાર સુધીમાં 12 થી વધુ ગાયો ભૂખ અને તરસથી મોતને ભેટી છે. લાલાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...