તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધ ભરનારને પ્રતિ લિટર રૂ. 1 ઈન્સેટિવની જાહેરાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની માહિ ડેરીમાં દુધ આપતા પશુ પાલકોને કંપની દ્વારા દર વર્ષે પ્રોત્સાહક રકમની ચૂકવણી કરાય છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છના અંદાજે 84 હજાર પશુપાલકોને 31.11 કરોડની રકમ પોત્સાહન રૂપે ચુકવાતા અને ઉનાળા દરમિયાન કંપનીમાં દુધ ભરનારને પ્રતિ લીટર રૂ.1નો વધારે ઇન્સેટીવ આપવાની જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગરની માહિ મિલ્ક કંપનીના નિયામક મંડળે દર વર્ષની જેમ લીટરદીઢ રૂ.0.90 પ્રોત્સાહક રકમ ચૂકવવાની મંજૂરીની મહોર મારતા સૌરાષ્ટ્ર અને કચ્છના અંદાજીત 84 હજાર પશુપાલકોને 31.11 કરોડની રકમ પ્રોત્સાહક વળતર રૂપે ચૂકવાયા છે. ઉનાળામાં દુધ આપુર્તિને પ્રોત્સાહન મળે માટે પ્રથમ વખત એપ્રિલ થી જુલાઇ 18 દરમિયાન દુધ ભરનાર દુધ ઉત્પાદન સભ્યોને પ્રતિ લીટર રૂ.1 પ્રોત્સાહક રકમ અલગથી ચૂકવાઇ છે. દુષ્કાળની સ્થિતિમાં પશુઓના ખાણદાણમાં ભાવ વધારો થતા તેમનો નિભાવણી ખર્ચ વધ્યો છે. જે ધ્યાને લઇ કંપનીની પ્રોડક્ટસમાં પશુપાલક સભ્યોને રાહત આપવાની જાહેરાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...