સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક યુવાનો જુદા જુદા ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક યુવાનો જુદા જુદા ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવી ચુકયા છે. ત્યારે મુળી તાલુકાના શેખપર ગામમાં જન્મેલા મજબુત બાંધાના શકિતરાજસિંહ ઘનશ્યામસિંહ પરમારને નાનપણથી જ કાંઇક અલગ કરવાની ઇચ્છા હતી. પોતાના શરીરના તાકાતની જોરે આગળ આવવાનું નકકી કરીને તેમણે 19 વર્ષની ઉંમરથી પોતાના શરીરને વધુ મજબુત બનાવીને કુસ્તી તથા વેઇટલીફટીંગ માટે તૈયાર કરવાની શરૂઆત કરી હતી. દિવસમાં 3 કલાક સુધી પોતે કસરત કરે છે.કુસ્તીમાં રાજયમાં 5 થી વધુ ચેમ્પીયનશીપના એવોર્ડ તેમણે મેળવેલા છે.હાલ સીયુશાહ સ્પોર્ટસ કલબમાં કોચ તરીકે કામ કરતા શકિતરાજસિંહ પોતે 250 કિલોથી વધુનું વજન ઉંચકવાની ક્ષમતા ધરાવે છે.આટલુ જ નહી પરંતુ તાજેતરમાં તેમણે ટ્રેકટરનું ટાયર તથા બાઇક જેવા ખુબ અઘરા સાધનો ઉંચકીને લોકોને દંગ કરી દિધા છે. તેમની આ સિધ્ધીને કારણે ક્ષત્રીય સમાજ દ્વારા સન્માનીત પણ કરવામાં આવેલા છે.પોતાના ક્ષેત્રમાં આગળ આવી દેશ માટે મેડલ લાવવાની તથા પોલીસ ખાતામાં ભરતી થઇને પ્રજાના કામ કરવાની તેમની ઇચ્છા છે. અને તે માટે હાલ તેઓ તૈયારી પણ કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...