તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણના વેળાવદર પ્રાથમિક શાળામાં જાદુનો શો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણના વેળાવદર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અંધશ્રધ્ધા દુર થાય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય માટે જાદુના શોનુ આયોજન કરાયુ હતું. આથી તા.10-01-2019ના રોજ શાળાના પ્રાંગણમાં જાદુગર ડોલર ચુડાસમા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ બાબતે તથા વિજ્ઞાનને લગતા જાદુના પ્રયોગો કરી અંધશ્રદ્ધા દુર કરવામાં ઉપયોગી બનતી માહિતી આપી વિદ્યાર્થીઓને આનંદ કરાવ્યો હતો. જ્યારે શાળા પરીવારે ડોલર ચુડાસમાનુ સર્ટીફિકેટ આપી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...