ઝાંપોદડ ગામે ભાગવત સપ્તાહમાં લોકડાયરો યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણના ઝાપોદડ ગામે સમસ્ત સતવારા ડાભી પરીવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ હતું. જેમાં વ્યાસપીઠ પરથી લીંબડી મોટા મંદિરના લલીતકીશોરદાશજી મહારાજે કથારસપાન કરાવ્યુ હતું. આ કથા દરમિયાન લોકડાયરાનું આયોજન કરાયુ હતું. જેમાં કલાકારોએ ભજનો અને લોકસાહિત્યની રજૂઆત કરતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતો.