Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે ક્લીક કરેલી લગ્ગડ બાજની ફોટોને લંડનના કેલેન્ડરમાં સ્થાન
લંડનના પ્રોઝેક્ટ લગ્ગર ફાઉન્ડેશન જે લગ્ગર ફાલ્કન પક્ષીને બચાવવા અભિયાન ચલાવે છે. તેમને વઢવાણના યુવા વાલ્ડ લાઇફ ફોટોગ્રાફરે લગ્ગડ બાજની તસવીરો મોકલી હતી. જેને લંડનમાં પ્રકાશીત થયેલ કેલેન્ડરમાં 12માંથી 5 કવર ફોટોમાં સ્થાન અપાતા ઝાલાવાડી યુવાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યુ હતુ.
વઢવાણના યુવા વાલઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અને ગુજરાતના પ્રખર પક્ષીવિદ દેવવ્રતમોર જેમણે તેમના દાદાબાપુ ભવાનીસિંહ મોરી પાસેથી વારસામાં પ્રકૃતિની દેનને નિમાવી રહ્યા છે. ત્યારે લંડનના બોબ ડેલ્ટન જેઓ 70 વર્ષની ઉમરે વિશ્વભરમાં ફરી લગ્ગર નામના ફાલ્ફન પક્ષીને બચાવવા અભિયાન ચલાવે છે. તેઓએ વઢવાણમાં રોકાણ દરમિયાન દેવવ્રતસિંહ મોરી પાસે શિકારીપક્ષીની માહિતી અને ફોટોગ્રાફ માટે માંગ કરી હતી. જેને ફાઉન્ડેશનના 2020ના કેલેન્ડરના 12માંથી 5 કવર ફોટોમાં સ્થાન અપાયા હતા. આ કેલેન્ડરો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ચીન, થાઇલેન્ડ, મલેશીયા, ન્યુઝીલેન્ડ, અમેરીકા, યુરોપ સહિતના દેશોમાં લંડનથી પ્રોજેક્ટ લગ્ગર દ્વારા રવાના કરાયા હતાં. આ કેલેન્ડર તેમના વઢવાણના ખારવાનીપોળમાં લાયબ્રેરીમાં સંગ્રહીત કરાયા છે.
કેલેન્ડર શ્રીલંકા, અફઘાનિસ્તાન, ચીન, અમેરિકામાં પ્રકાશીત
લંડનમાં પ્રકાશિત કેલેન્ડરમાં ફોટાને સ્થાન.
લગ્ગડબાજ કેવા હોય, ક્યાં જોવા મળે છે
અંગ્રેજીમાં લગ્ગર ફાલ્કન જેને ગુજરાતીમાં લગ્ગડ કહેવામાં આવે છે. ફાલ્કન જેને આપણે આપણી સામાન્ય ગુજરાતી ભાષામાં બાજ કહીએ છીએ લગ્ગડ બાજ મુખ્યત્વે ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના રણ અને ડેઝર્ટ વિસ્તારમાં જ્યારે ઝાલાવાડમાં બજાણા, પાટડી અને કચ્છ વિસ્તારોમાં જોવા મળે છે. જે રંગે અને કદમાં મસડી (બ્લેક કાઇટ) કરતા નાનુ દેખાય છે અને 3 થી 4 ભુરા રંગના ઇંડા મુકે છે. જેમાંથી 40થી 45 દિવસે બચ્ચા આવે છે.