તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુષ્યમાન કાર્ડ મળ્યા નથી ને અમૃતમ્, મા વાત્સલ્ય કાર્ડ બ્લોક કરાતાં દર્દીઓને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાનની જાહેરાત કરી છે. પરંતુ આ કાર્ડ હજુ સુધી લોકોના નીકળ્યા નથી તેવા સમયે અગાઉ ચાલતી મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાના કાર્ડ બંધ થતા દર્દીઓના પરિવારજનોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ગરીબ વર્ગના પરિવારોને વિનામૂલ્યે મોંઘીદાટ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજના અમલી બનાવાઇ હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલી બનાવી છે. જેમાં વર્ષ 2011ની યાદી મુજબના જિલ્લાના 1.30 લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળનાર છે. જિલ્લામાં 1.10 લાખથી વધુ અનુસંધાન પાના નં-2

જાણ કર્યા વિના અચાનક કાર્ડ બ્લોક કરી દેવાતા દર્દીઓને લઇને સગાસંબંધીઓને મુશ્કેલી
અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડનો અત્યાર સુધી કેટલાએ લાભ લીધો
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2012માં અમૃતમ અને 2015માં માં વાત્સલ્ય કાર્ડની શરૂઆત કરાઇ છે. જેમાં પ્રથમ બે વર્ષમાં અમૃતમ કાડૃનો 601 લોકોએ લાભ લઇ રૂપિયા 2,19,63,788ની સારવાર કરાવી છે. જયારે વર્ષ 2016 થી 2018 સુધીમાં બન્ને યોજનાનો 23,273 લોકોએ લાભ લીધો છે. જેમાં રૂપિયા 37,31,22,862ની સારવાર વિનામૂલ્યે કરાય છે.

2011ની યાદીમાં નામ હોય તેવા કાર્ડ બ્લોક
આયુષ્યમાન યોજનાનો લાભ 2011ની ગરીબી રેખા નીચે જીવતા લોકોની યાદીમાં સમાવેશ હોય તેને જ મળે છે. આથી અમૃતમ કે માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા હોય તેવાના જ કાર્ડ બ્લોક થયા છે. અવની પ્રજાપતિ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર

ગયા તો ખબર પડી કાર્ડ તો બ્લોક છે
મોટાભાઇ કેતનભાઇને અકસ્માત થતા મોઢા પર ફેકચર થયુ હતુ. આથી મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ લઇને દવાખાને સારવાર માટે ગયો ત્યારે ખબર પડી કે, કાર્ડ બ્લોક થઇ ગયુ છે. જેથી અમદાવાદ જવુ પડયુ છે. અમીત ડાયાભાઇ ચાવડા

યોજનામાં કેટલી હોસ્પિટલ સંલગ્ન
માં વાત્સલ્ય યોજના સાથે માત્ર બે જ હોસ્પિટલ સંલગ્ન હતી. જેમાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને મેડિકો હોસ્પિટલ છે. જયારે આયુષ્યમાન યોજના સાથે તમામ સરકારી સાથે 18 ખાનગી હોસ્પિટલો હાલ જોડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...