લટુડામાં તા. 30 એપ્રિલના રોજ રોટલી માંગવા આવેલા ટાબરીયાએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લટુડામાં તા. 30 એપ્રિલના રોજ રોટલી માંગવા આવેલા ટાબરીયાએ ઘરમાંથી રૂપિયા 1.85 લાખના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ દરમિયાન અમદાવાદ ડીજીપી સ્કવોડે ઝડપેલા પિતા-પુત્ર અને બે ટાબરીયાની ગેંગે આ ચોરી કરી હોવાની કબૂલાત કરતા જોરાવરનગર પોલીસ ચારેયને ટ્રાન્સફર વોરંટથી લઇ આવી હતી. આરોપીઓના કોર્ટે દોઢ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

વઢવાણ તાલુકાના લટુડામાં એક ટાબરીયો રોટલી માંગવાના બહાને ઘરમાંથી સ્ટીલના ડબામાં રાખેલા રૂપીયા 1.85 લાખના ઘરેણાની ચોરી અને ડબાની બાજુમાં પડોશીએ આપેલી ચાર રોટલીમાંથી ત્રણ રોટલી મળી આવી હતી. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ દરમિયાન અમદાવાદ ડીજીપી સ્કવોડે નોબલનગર પાસેથી શંકાસ્પદ શખ્સોની તપાસ કરતા મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અને દૂધરેજ રોડ પર ઝૂંપડામાં રહેતા ભૂપત ઉર્ફે રવી રામજીભાઇ જખવાડીયા અને જીતુ ઉર્ફે અનીલ ભુપતભાઇ જખવાડીયા સાથે બે બાળકો મળી આવ્યા હતા.

..અનુસંધાન 3 પર

અન્ય સમાચારો પણ છે...