વડોદમાં ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદમાં વર્ષ 2016માં થયેલ ફાયરિંગના બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેનું મનદુ:ખ રાખી બે શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યુ હતુ. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે 30 થી 35 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે હાલ છ આરોપીની અટક કરી બાકીના આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વઢવાણ તાલુકાના વડોદમાં વર્ષ 2016માં થયેલા ફાયરિંગના બનાવ બાબતે પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી જયોતીબેન વિનુભાઇના ઘરે 30થી 35 લોકોનું ટોળુ રવિવારે મોડી રાત્રે ધસી ગયુ હતુ. લાકડી, પાઇપ, તલવાર સહિતના હથિયારો સાથે ધસી ગયેલા ટોળાએ ઘર પર પથ્થરો ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જયારે અજીતભાઇ ગોવિંદભાઇ ટમાલીયા અને વિજયભાઇ છગનભાઇ ટમાલીયાએ જયોતીબેનને ડરાવવા હવામાં ફાયરિંગ કર્યુ હતુ. બનાવની 30 થી 35 માણસો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જોરાવરનગર પીએસઆઇ આર.એ.ઝાલા સહિતની ટીમે બુધાભાઇ ઉર્ફે ખીમાભાઇ રબારી, હકાભાઇ ઉર્ફે સંજયભાઇ મોરી, બાબુભાઇ ઉર્ફે વિપલભાઇ મોરી, મોતીભાઇ મોરી, વનરાજભાઇ ટમાલીયા અને દેવરાજભાઇ મોરીની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...