• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સત્કર્મ કરનાર માનવી મૃત્યુ પામતો નથી, તે કર્મ થકી જીવંત રહે છે : સંતો

સત્કર્મ કરનાર માનવી મૃત્યુ પામતો નથી, તે કર્મ થકી જીવંત રહે છે : સંતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનુષ્ય કેટલા વર્ષો જીવે છે તે મહત્વનું નથી પરંતુ તે કેવુ જીવન જીવી ગયો તેની જ નોંધ લેવાય છે. સત્કર્મ કરનાર મનુષ્ય ક્યારેય મૃત્યુ પામતો નથી. તે કર્મ થકી સદાય જીવંત રહેતો હોવાની વાત સંતોએ ધીરૂભાઇ ખીમજીભાઇના અવસાન બાદ તેમને શ્રધ્ધાંજલી આપવા માટે યોજાયેલ ધર્મસભામાં જણાવ્યુ હતું. પ્રજાપતિ સમાજના અગ્રણીને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકો ઉમટ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં પવિત્ર જગ્યાઓમાં હજારોની મેદનીને રસોઇ બનાવીને જમાડવા માટે જાણીતા સુરેન્દ્રનગરના ધીરૂભાઇ ખીમજીભાઇ પ્રજાપતિનું અવસાન થતા તેમના પુત્ર જયદીપ પ્રજાપતિ અને આનંદ પ્રજાપતિ દ્વારા ધર્મસભા, રક્તદાન કેમ્પ, જ્ઞાતિ ભોજન તથા લોકડાયારનું ભવ્ય આયોજન કરાયુ હતું. વિશ્વંભર ભારતીબાપુ, કણીરામબાપુ, મુકુંદરામબાપુ, વાસુદેવ મહારાજ, મુખી મહારાજ, નરસિંહ મહારાજ, જિજ્ઞેશદાદા, લલિતકીશોર શરણદાસજી સહિતના રાજ્યભરના સંતો આનંદ ભુવન ખાતે પધાર્યા હતા. બાદમાં ડાયરાની રમઝટ બોલી હતી. પિતાને સાચી શ્રધ્ધાંજલી આપવા માટે લાયન્સ ક્લબ સુરેન્દ્રનગરના સદસ્યો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં 229 બોટલ રક્ત એકત્રિત કરાયુ હતું. રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં માયાભાઇ આહિર, ભુપેન્દ્ર મહારાજ, રામદાસ ગોંડલિયા, બિરજુ બારોટ સહિતના કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. પ્રજાપતિ સમાજ માટે જ્ઞાતિભોજનમાં આયોજન કરાયું હતું.

પિતાને શ્રદ્ધાંજલિ આપવા પુત્રો દ્વારા ધર્મસભા, લોકડાયરો, જ્ઞાતિભોજન, રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. વિપુલ જોષી

અન્ય સમાચારો પણ છે...