સુરેન્દ્રનગરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર | ગુજરાત સમસ્ત ભીલ સેવાસમાજ ટ્રસ્ટ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું આયોજન કરાયુ હતું. આથી 9મી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
સુરેન્દ્રનગરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઇ
સુરેન્દ્રનગર | ગુજરાત સમસ્ત ભીલ સેવાસમાજ ટ્રસ્ટ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું આયોજન કરાયુ હતું. આથી 9મી ઓગસ્ટ 18ના રોજ વઢવાણ જોગણી માતાના મંદિરે ઉજવણી પ્રંસંગે ભીલ સમાજ આગેવાન દ્વારા આદિવાસી નેતા બીરશા મુંડાની તસ્વીરને પૂષ્પ હાર પહેરાવી શ્રધાંજલિ અર્પિત કરાઇ હતી. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે જોગણી માતા મંદિરના પ્રાંગણમા વ્રુક્ષારોપણ કરવામા આવવ્યુ હતુ .આ પ્રંસંગે દિલીપ ડગલા , સુબોધભાઈ જોષી, કાંતિભાઈ ટમાલીયા, ડો.નિલેશ ઠાકર, નિહારિકા પંડ્યા વગેરે ઉપસ્થિત ભીલ સમાજના ભાઇ બહેનોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવો, સ્વચ્છતા અભિયાનની જાળવણી કરવી ,તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષારોપણ કરી વ્રુક્ષનુ જતન કરવાની સામુહીક પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જોગણીમા ટ્રસ્ટના ભીલ સમાજના યુવકોએ કામગીરી કરી હતી.

X
સુરેન્દ્રનગરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App