સુરેન્દ્રનગરમાં પૈસા બાબતે બે સગાભાઇઓ બાખડયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની વિવેકાનંદ સોસાયટી નં. 3માં રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યોગેશભાઇ મહેન્દ્રભાઇ વાઘેલા પાસે તેમના ભાઇ રાકેશભાઇ મહેન્દ્રભાઇ વાઘેલાએ પૈસા માંગ્યા હતા. જેની યોગેશભાઇએ ના પાડતા ઉશ્કેરાઇ જઇને રાકેશભાઇએ ગાળો આપી, લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ આર.એસ.રાવળ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...