• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • જિલ્લામાં બે સ્થળે દારૂના દરોડામાં રૂ. 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત

જિલ્લામાં બે સ્થળે દારૂના દરોડામાં રૂ. 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે કરેલા દારૂના બે દરોડામાં દારૂ, બિયર અને વાહનો સહિત રૂપિયા રૂપિયા 8,17,200નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. ચૂડાના કોરડામાં દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી હતી. જયારે નીમકનગરના રહેણાક મકાનમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ દારૂની બદીને ડામી દેવા આપેલી કડક સૂચનાને પગલે પોલીસ સતર્ક બનીને ઠેરઠેર દરોડા કરી રહી છે. જેમાં જિલ્લામાં બે સ્થળે પોલીસે દરોડા કરીને રૂપિયા 8.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચૂડા તાલુકાના કોરડા ગામે વિદેશી દારૂનું કટીંગ થવાનુ હોવાની બાતમી એસઓજી ટીમના દાજીરાજસિંહને મળી હતી. આથી પોલીસે દરોડો કરતા કોરડાની સીમમાંઆવેલ ચોર તળાવમાં ડુંગર અને બાવળો વચ્ચે કટીંગ થતુ હતુ. પરંતુ પોલીસને જોઇને ઉદય દેવાયતભાઇ કાઠી અને રાજુભાઇ મોતીભાઇ રબારી નાસી ગયા હતા. પોલીસે આ સ્થળેથી વિદેશી દારૂની 1344 બોટલ અને 2160 ચપલા, 576 બિયરના ટીન અને એક બાઇક સહિત રૂપીયા 7,11,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાનાં નીમકનગર ગામના રહેણાક મકાનમાં દારૂની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના અજયવીરસિંહ ઝાલા અને અસલમખાન મલેકને મળી હતી. આથી દરોડો કરાતા પ્રવીણભાઇ મોતીભાઇ આલને 986 વિદેશી દારૂના ચપલા અને બીયરના ટીન 72 સહિત રૂપિયા 1,05,800ના મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો ભરતભાઈ ભાલુભાઈ ભરવાડનો હોવાનું ખૂલતા બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. આ દરોડામાં એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એસ.બી.સોલંકી, દાદુભાઇ, મહીપતસિંહ, સંજયસિંહ અને પેરોલ ફર્લો સ્કવોડના રાજદીપસિંહ, નિકુલસિંહ સહિત રોકાયા હતા.

પોલીસે રેડ કરી રૂપિયા 7.11 લાખનો દારૂ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...