વેઇટીંગમાં રહેલા એસ.ટી.ના ડ્રાઇવરના ઓર્ડર આપવા માંગ

એસટી નિગમમાં ડ્રાઇવર કક્ષામાં 2016-17માં 2939ની સંખ્યામાં ઉમેદવારો પાસ થયા હતા. જેમાંથી નિગમમાં માત્ર 2620ના નિમણુંક...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
વેઇટીંગમાં રહેલા એસ.ટી.ના ડ્રાઇવરના ઓર્ડર આપવા માંગ
એસટી નિગમમાં ડ્રાઇવર કક્ષામાં 2016-17માં 2939ની સંખ્યામાં ઉમેદવારો પાસ થયા હતા. જેમાંથી નિગમમાં માત્ર 2620ના નિમણુંક ઓર્ડર થયા હતા. જ્યારે વેઇટીંગ લીસ્ટમાં જે 319 બાકી છે તે લોકોના આજદિવસ સુધી ઓર્ડર ન થતા ઓર્ડર આપવા લેખિતમાં માંગ કરી હતી.

સર્વોદય સોસાયટીમાં રહેતા મકવાણા સુરેશકુમાર અને ત્રંબકભાઈ ગોહિલે વર્ષ 2016-17ની એસટી નિગમની ડ્રાઇવર કક્ષાની ભરતી માટે પરીક્ષા આપી હતી. જેમાં પાસ થયેલા 319 જે વેઇટીંગ લીસ્ટમા સુરેશકુમારનો 11 તેમજ ત્રંબકભાઈનો 19મો નંબર હોવા છતા હજુ સુધી ઓર્ડર થયા નથી. બીજી તરફ ઓર્ડરો ન આપીને ફરી વખત નવી ભરતીની પ્રક્રિયા થતા અસંતોષ ફેલાયો છે. આમ આ નવી ભરતી થાય તે પહેલા 2016-17ના વેઇટિંગ લીસ્ટના ડ્રાઇવર કક્ષાના ઓર્ડર આપવા ગુજરાત રાજય એસટી નિગમના એમડીને લેખિતમાં માંગ કરાઇ છે.

X
વેઇટીંગમાં રહેલા એસ.ટી.ના ડ્રાઇવરના ઓર્ડર આપવા માંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App