બે માસનો ચડત પગાર 2 દિવસમાં ચુકવો : દૂધરેજના સફાઇ કામદારો

બે માસનો ચડત પગાર 2 દિવસમાં ચુકવો : દૂધરેજના સફાઇ કામદારો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:25 AM IST
સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકામાં કોન્ટ્રાક બેઇઝમાં કામ કરતા સફાઇ કામદારોને છેલ્લા બે માસનો પગાર ન ચુકવાતા રોષે ભરાયેલા કામદારો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને લેખીત આવેદનપત્ર આપી બાકી પગાર 2 દિવસમાં ચુકવવા માંગ કરી છે.

સુરેન્દ્રનગર પાલિકામાં 250 થી વધુ સફાઇ કામદારો મજુર સપ્લાઇ તેમજ કોન્ટ્રાક બેઇઝમાં કામ કરી રહ્યાં છે. આ સફાઇ કામદારોને છેલ્લા બે માસનો પગાર હજુ સુધી ન ચુકવતા સફાઇ કામદારોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આથી સફાઇ કામદારોએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર ચન્દ્રકાન્ત પંડ્યાને લેખીત આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું કે બે માસથી પગારથી વંચીત હોવાના કારણે જીવનિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે. તેમજ આગામી જન્માષ્ટમીના તહેવારો આવતા હોઇ તંત્ર દ્વારા તાત્કાલીક બાકી પગાર ચુકવવામાં આવે તેવી માંગ છે.અને આ અંગે તંત્ર તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સફાઇ કામદારોએ ઉગ્ર દેખાવો કરવાની ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારી છે.

X
બે માસનો ચડત પગાર 2 દિવસમાં ચુકવો : દૂધરેજના સફાઇ કામદારો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી