ખાનગી વાહનો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી : 9 ડિટેઈન

ખાનગી વાહનો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી : 9 ડિટેઈન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:25 AM IST
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર એસટી ડેપો સહિતના નાના મોટા એસટી સ્ટેન્ડો આવેલા છે. આવા સ્થળોની આસપાસ ખાનગીવાહનોનો પ્રતિબંધ હોવા છતા પ્રવેશ કરીને મુસાફરો લઇ જઇ એસટીને આર્થિક નુકસાન કરી રહ્યાં છે.

આ બનાવની ગંભીરતા લઇને ટ્રાફિક પોલીસે સાયલા, સુદામડા, વઢવાણ,લીંબડી, ચોટીલા તરફના માર્ગો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ચોટીલાના હાઇવે માર્ગો પર ગેરકાયદેસર રીતે વાહનોમાં મુસાફરો ભરીને વાહનો દોડાવતા ચાલકો પોલીસની ઝપટમાં આવી ગયા હતાં. છકડાઓ, પીકઅપવાહનો સહિત 9 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ચેકિંગમાં પીએસઆઈ કે.ડી.કરંગીયા, આર.ડી.મોરી, ખુમાનસિંહ, રોહિત અઘારા સહિતની ટીમે કામગીરી કરી હતી. આ તમામ વાહનોને આરટીઓના મેમાઓ ફટકારવામાં આવ્યા હતા.

X
ખાનગી વાહનો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી : 9 ડિટેઈન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી