વઢવાણ વીજ કચેરીમાં તોડફોડથી તંત્રમાં દોડધામ : 25 સામે ફરિયાદ

રાત્રે લાઇટ ગૂલ થતા પરેશાન લોકોએ પિત્તો ગુમાવ્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
વઢવાણ વીજ કચેરીમાં તોડફોડથી તંત્રમાં દોડધામ : 25 સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આવા સમયે શહેરના અનેક વિસ્તારોમાં બુધવારે મોડી સાંજના સમયે બે થી અઢી કલાક વીજપુરવઠો બંધ રહેતા લોકો બેબાકળા બની ગયા હતા. આથી વીજપુરવઠો ચાલુ થાય તે માટે લોકો દ્વારા પીજીવીસીએલ કચેરીના લેન્ડલાઈન નંબરો ઉપર સતત કરવા છતાં જવાબ ન મળ્યાની બૂમરાણો ઉઠી હતી. પરિણામે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ પિત્તો ગુમાવ્યો હતો. અને રોષે ભરાયેલા લોકો વઢવાણ પીજીવીસીએલની કચેરીએ દોડી ગયા હતા.

જ્યાં કચેરીના બારણાઓ, ખુરશીઓ, કાચ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. આ અંગે વઢવાણ પીજીવીસીએલ કચેરીના અધિકારી બી.પી.પ્રજાપતિએ જણાવ્યું કે, ફિડરમાં ફોલ્ટ સર્જાતા વીજપુરવઠો બંધ રખાયો હતો. જ્યારે કચેરીમાં ધસી આવીને તોડફોડ કરનાર 25થી વધુ અજાણ્યા માણસો સામે અરજી કરવામાં આવી છે. બીજી તરફ અરજીના આધારે વઢવાણ પોલીસ ટીમે વીજકચેરીમાં બનેલી ઘટનામાં તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

X
વઢવાણ વીજ કચેરીમાં તોડફોડથી તંત્રમાં દોડધામ : 25 સામે ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App