સુરેન્દ્રનગરમાં પથ્થર અને જોખમી કચરો ભૂગર્ભ ગટરની કુંડીઓ જામ

સુરેન્દ્રનગરમાં પથ્થર અને જોખમી કચરો ભૂગર્ભ ગટરની કુંડીઓ જામ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:25 AM IST

સુરેન્દ્રનગરમાં રૂ. 56 કરોડનાં ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવમાં આવી છે. થોડા સમયમાં જ ગટરની અનેક ચેમ્બરો જામ થઇ જતા સફાઇ માટે એક માસથી 100થી વધુ લોકોને કામે લગાડવામાં આવ્યા છે. જેમાં લોકો દ્વારા ઘર વપરાશના પાણીની સાથે ખાસ કરી પથ્થર, ધુળ અને કચરો નાંખવામાં આવ્યો હોવાનું સફાઇ દરમિયાન બહાર આવ્યુ છે. જે બાબત ભૂગર્ભ ગટર માટે જોખમી બની શકે છે. સુરેન્દ્રનગરની બે લાખની જનતાને દાયકાઓ બાદ ભૂગર્ભ ગટરની સગવડતા મળી છે. ભૂગર્ભ ગટર ચાલુ થયાને થોડા જ સમયમાં પાણી નિકાલની મુશ્કેલી સર્જાઇ હતી. આથી તંત્ર દ્વારા તાત્કાલીક તેની સફાઇ કરવા માટે તાકીદ કરવામાં આવતા જીયુડીસી તંત્ર દોડતુ થયુ હતું. ગટરની સફાઇ માટે છેલ્લા એક માસથી 100થી વધુ લોકોને કામે લગાવ્યા છે. સફાઇ દરમિયાન ગટરની ટાંકીમાંથી મોટા પથ્થર, માટી અને પ્લાસ્ટીકનો કચરો મળી આવતા સફાઇ કામગીરી કરનાર પણ ચોકી રહ્યા છે. વર્તમાન સમયે ભૂગર્ભ ગટરની સફાઇ માટે 7 જેટીંગ મશીન તથા હાઇપ્રેસરથી કામ કરતુ સુપરસક્ષમ મશીન જે ગટરમાંથી પથ્થર પણ ખેંચવાની ક્ષમતા ધરાવે છે. તેવા આધુનિક મશીનો કામે લગાડવામાં આવ્યા છે. જો આ ભૂગર્ભ ગટરનો કાયમી ઉપયોગ કરવો હોય તો લોકો દ્વારા તેમાં પાણી સિવાય જે કચરો, પથ્થર, માટી નાંખવામાં આવે છે તે તાત્કાલીક અસરથી બંધ કરવી પડે તેવી સ્થિતિ છે.નહીતર આ ભૂગર્ભ ગટર બનાવવા પાછળ ખર્ચવામાં આવેલા નાણા નિરર્થક જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

સુરેન્દ્રનગરમાં આધુનિક મશીનો સાથે ભૂગર્ભ ગટર સફાઇ માટે છેલ્લા એક માસથી લોકોને કામે લગાવ્યા છે.તસવીર-વિપુલ જોષી

X
સુરેન્દ્રનગરમાં પથ્થર અને જોખમી કચરો ભૂગર્ભ ગટરની કુંડીઓ જામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી