સુ.નગર બસ સ્ટેશન પાસેના હત્યા કેસના છ આરોપી ઝડપાયા

સુ.નગર બસ સ્ટેશન પાસેના હત્યા કેસના છ આરોપી ઝડપાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:25 AM IST

સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવમાં યુવાન ભરતભાઇ મુંધવાનું સારવાર દરમિયાન અમદાવાદ મોત થયુ હતુ. આ બનાવ હત્યામાં પરિણમતા પોલીસે ત્રણ શખ્સોને અગાઉ ઝડપી લીધા હતા. ત્યારે બનાવ બાદથી ફરાર થયેલા છ આરોપીને પેરોલ ફર્લોની ટીમે પકડી લઇ બી ડીવીઝન પોલીસના હવાલે કર્યા છે.તા. 29-7-18ના રોજ સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે ભટકાવા જેવી નજીવી બાબતે 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત ભરતભાઇ મુંધવાનું અમદાવાદ સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિણમતા 9 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે અગાઉ પારસ ઉર્ફે ગટો ઘનશ્યામભાઈ મૂળીયા, ભાવેશભાઈ શંકરભાઈ મેણીયા, સહદેવ ઉર્ફે લાલો રમેશભાઈ દેગામડીયાને ઝડપી લીધા

...અનુસંધાન પાના નં.3

X
સુ.નગર બસ સ્ટેશન પાસેના હત્યા કેસના છ આરોપી ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી