જિલ્લામાં 5 સ્થળે જુગારના દરોડા રૂ. 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા તા. પં.ના સદસ્ય સહિત જુગાર રમતા 6 ઝબ્બે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
જિલ્લામાં 5 સ્થળે જુગારના દરોડા રૂ. 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી, વઢવાણના દેદાદરા, ભડીયાદ અને વઢવાણ શહેરમાં પોલીસે જુગાર અંગે દરોડા કર્યા હતા. જેમાં 16 જુગારીઓ રૂપિયા 1,33,710ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. દેદાદરામાં દરોડા સમયે પોલીસને થાપ આપીને એક શખ્સ નાસી ગયો હતો. જયારે ધ્રાંગધ્રા બસ સ્ટેશન પાસેના દરોડામાં તાલુકા પંચાયતના સદસ્ય સહિત છ શખ્સો રૂપિયા 28 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

કંકાવટી ગામની સીમમાં જુગાર અંગેની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં વાઘગઢના કરશનભાઇ લાભુભાઈ પટેલ, અશોકભાઈ લાભુભાઈ પટેલ, બળદેવભાઈ છગનભાઈ ગઢીયા, કંકાવટીના નવધણભાઈ ચેતનભાઈ ધામેચા, શામજીભાઈ રામજીભાઈ ચાવડા, અને જૂના ઘનશ્યામગઢના કાળુભાઇ જીવાભાઈ પટેલ ઝડપાઇ ગયા હતા. આ શખ્સો પાસેથી પટમાં રહેલા રોકડા રૂપિયા 43,470 રૂપીયા, 7 મોબાઇલ, બે મોટરસાઈકલ સહિત કુલ 1.07 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ દરોડામાં પીઆઈ વી.એચ.વસુનીયા, પીએસઆઇ જે.વી.જાડેજા સહિતનો સ્ટાફ રોકાયો હતો. ધ્રાંગધ્રા બસ સ્ટેશન પાસે પોલીસે રેડ કરી જુગાર રમતા ગુણવંતભાઈ એન. ઠક્કર, મગનભાઈ એન. ડોરીયા, ગોરધનભાઈ કે. ઠાકોર, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના નરાળી બેઠકના સદસ્ય ગોવિંદભાઈ એમ. ઠાકોર, ડાયાભાઈ એમ. સીંધવ અને દેવેન્દ્રસિહ એમ. સીસોદીયાને રોકડા રૂપિયા 21 હજાર, 7 મોબાઇલ સહિત કુલ રૂપિયા 28 હજારના મુદામાલ સાથે ઝડપી

...અનુસંધાન પાના નં.3

દેદાદરામાં જુગાર રમતા ઝડપાયેલા શખ્સો.

X
જિલ્લામાં 5 સ્થળે જુગારના દરોડા રૂ. 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App