• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના દરોડોમાં 23 જુગારીઓ પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના દરોડોમાં 23 જુગારીઓ પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માથકની વાડીમાંથી 9 જુગારી રૂ. 10.90 લાખના મુદ્દામાલ સાથે પકડાયા
હળવદ | હળવદ તાલુકાના માથક ગામની સીમમાં મોરબીમાં રહેતા કાદરભાઈ કાશમણીની વાડીમાં પોલીસે છાપો માર્યો હતો. જેમાં જુગાર રમતા અને મોરબીમાં રહેતા કાદરભાઈ કાસમણી, દાઉદભાઈ કાસમણી, ઈરફાનભાઈ મોટલાણી, ઈમરાનભાઈ કાસમાણી, યુસુફ મેમણ, મુસ્તાક ભાગપરા, સુલતાનશાહ ફકીર, તૌશિકભાઈ મેમણ, કમલેશભાઈ પરમાર મોચીને રંગ હાથે ઝડપી પાડ્યા હતા આ દરોડામાં રોકડ રકમ રૂ. 97,000, બે ફોર વ્હીલ 9,50,000, એક મોટર સાયકલ કિંમત રૂપિયા 25,000 કુલ મળીને રૂપિયા 10,90,000 ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દરોડાની કામગીરી હળવદ પોલીસના પીઆઈ એમ. આર. સોલંકીની સુચનાથી ડી સ્ટાફના દેવન્દેસિંહ ઝાલા, વનરાજસિંહ બાબરીયા, પંકજભાઈ ગઢવી, ગંભીરસિંહ ઝાલા,ભાવેશભાઈ મિયાત્રા સહીતના પોલીસકર્મીઓ કરી હતી.

લખતર | લખતર તાલુકાનાં સવલાણા ગામે જુગારની રેડ કરતાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં દિલીપભાઈ પટેલ, હરિભાઈ પટેલ, પ્રવિણસિંહ રાણા, અનિરૂદ્ધસિંહ રાણા, મનસુખભાઈ વિરજીભાઈ રાઠોડને જુગાર રમતા પકડી પાડયા હતા. જયારે મુકેશભાઈ નાગરભાઈ પટેલ ભાગી છૂટ્યા હતા.

વઢવાણ | વઢવાણ ખારવાની પોળ પાસે કંસારાવાડ પોપટ પાલીસના મકાન પાસે જુગારનો દરોડો પાડયો હતો. જેમાં બાલકૃષ્ણભાઈ માવાણી, જીતેન્દ્રભાઈ ફાજલીયા, પરેશભાઇ કરથીયા, જતીનભાઈ ધોળકીયા,રાકેશભાઈ માવાણી, કિશોરભાઈ ફાજલીયા, ભાવેશભાઈ માવાણીને વઢવાણ પોલીસ ટીમે જુગાર રમતા પકડી લીધા હતા. ઘટના સ્થળેથી 6040નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ જી.જી.મકવાણા ચલાવી રહ્યાં છે.

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના વાડીલાલ ચોક પાસે પોલીસે દરોડો કરી ગુડદી પાસાનો જુગાર રમતા વિશાલ ઉર્ફે ચીંગી ચૌહાણ અને શંભુભાઇ ફીચડીયાને કુલ 14210ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...