સુરેન્દ્રનગરમાંથી હથિયાર સાથે ગેડિયાનો શખ્સ ઝડપાયો

પોલીસે રૂપિયા 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:16 AM
સુરેન્દ્રનગરમાંથી હથિયાર સાથે ગેડિયાનો શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર માલવણ હાઇવે પર દૂધરેજ ફાટક પાસે ગેરકાયદેસર હથીયાર સાથે એક શખ્સ પસાર થવાનો હોવાની બાતમીને આધારે પેરોલ ફર્લોની ટીમે વોચ રાખી હતી. જેમાં ગેડીયાના સોહરબખાનને રૂપિયા 50 હજારની કિંમતની પીસ્ટલ, મોબાઇલ અને કાર સહિત રૂપિયા 5.55 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ એ ડીવીઝન પોલીસના હવાલે કરાયો છે.

સુરેન્દ્રનગર શહેરમાં રાજય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી થનાર હોઇ સુરક્ષાને ધ્યાને લઇ ગેરકાયદેસર હથીયારો પકડી પાડવા જિલ્લા પોલીસ વડા મનીન્દરપ્રતાપસીંહ પવારે કડક આદેશ કર્યા છે. દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના નિકુલસિંહ અને અજયવીરસિંહને એક શખ્સ સુરેન્દ્રનગર માલવણ હાઇવે પર દૂધરેજ ફાટક પાસેથી ગેરકાયદેસર હથીયાર સાથે પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી ટીમે વોચ રાખતા શંકાસ્પદ પસાર થતી કારને અટકાવી તલાશી લેતા ગેડીયાનો સોહરબખાન બિસ્મીલ્લાહખાન જત મલેક પાસેથી ગેરકાયદેસર પીસ્ટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 50 હજારની પીસ્ટલ, રૂપિયા 5 હજારનો મોબાઇલ અને રૂપિયા 5 લાખની કાર સહિત રૂપિયા 5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સ સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે. આ દરોડામાં પીએસઆઇ એ.એ.જાડેજા, નરપતસિંહ ઝાલા, ગુલામરસુલભાઇ શેખ, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ મસાણી સહિતનાઓ રોકાયા હતા.

X
સુરેન્દ્રનગરમાંથી હથિયાર સાથે ગેડિયાનો શખ્સ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App