તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસ્તા અનાજના પરવાનેદારોના કમિશનમાં વધારો કરવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના પરવાનેદારોએ તેમને વિવિધ વસ્તુઓમાં મળતા કમિશનમાં વધારો કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં લેખીત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં હાલમાં મળતા કમિશન પોષણક્ષમ ન હોવાથી કમિશનમાં વધારો અથવા તો ફિક્સ પગાર ચુકવવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં 519 સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જેના દ્વારા અનેક કાર્ડધારકોને કુપન દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન સહીતના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં આ ચીજવસ્તુઓ પર મળતું કમિશન પુરતું ન હોવાથી પરવાનેદારોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના નેજા નીચે કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં પરવાનેદારોએ રજૂઆત કરતા જણાવ્યું કે અન્ય રાજ્યોમાં પરવાનેદારોને પગાર ચુકવવામાં આવે છે જ્યારે હાલમાં અમને મળતું કમિશનનો દર પણ ઓછો છે. આથી સરકાર દ્વારા કમિશનમાં વધારો કરવામાં આવે અથવા તો ફિક્સ પગાર ચુકવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...