તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં કાકા સસરાને લોખંડના પાઇપથી માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના ચંદ્રનગરમાં રહેતા લીલાધરભાઇ મોતીભાઇ સીંધવની ભત્રીજીના લગ્ન હરીપ્રકાશ સોસાયટીમાં રહેતા સુનીલભાઇ ઉર્ફે શીવમભાઇ કાનાભાઇ મુંધવા સાથે થયા હતા. જેમાં સુનીલભાઇએ તેમની પત્નીને પહેરેલ કપડે કાઢી મુકતા લીલાધરભાઇ દસેક દિવસ પહેલા સમજાવવા ગયા હતા. આ બાબતનું મનદુ:ખ રાખી શહેરની વિકાસ ગર્લ્સ સ્કૂલ પાસે બોલાચાલી કરી સુનીલભાઇએ લીલાધરભાઇને લોખંડના પાઇપ વતી માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બી.સી.ગામેતી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...